સ્ટીગ લાર્સનનો જન્મ 1954માં થયો હતો. તેમણે 1970ના દશકમાં એક ગ્રાફિક ડિઝાઇનર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને તે પછી પત્રકારત્વ અને લેખનક્ષેત્રે પોતાનું ભાગ્ય અજમાવ્યું. પરિણામ એ આવ્યું કે ક્રાઇમ-સ્ટોરીની દુનિયામાં એ ઇન્ટરનેશનલ બેસ્ટસેલર લેખક બની ગયા! સ્ટીગ લાર્સને સ્વિડિશ લેખક અને પત્રકાર તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી એના કરતાં વધારે ખ્યાતિ તો તેમણે `ધ ગર્લ વિથ ડ્રેગન ટૅટૂ' જેવી રોમાંચક અને દિલધડક ક્રાઇમ ફિક્શન ટ્રિલોજી આપીને મેળવી છે. આ ત્રણેય નવલકથાઓની, કુલ 41 દેશોમાં 2 કરોડ કરતાં પણ વધારે નકલો વેચાઈ છે. સ્ટીગ લાર્સન ક્રાઇમ નવલકથાઓના શહેનશાહ હતા, જેમનું 2004માં હાર્ટ ઍટેકથી મૃત્યુ થયું.