એ. જી. કૃષ્ણમૂર્તિ, મુદ્રા કૉમ્યુનકિેશન્સના ફાઉન્ડર ચૅરમૅન અને મેનેજિંગ ડિરેક્ટર બન્યા ત્યારે તેમની પાસે મૂડી તરીકે હતા માત્ર ૩૫,૦૦૦ રૂપિયા અને એક ક્લાયન્ટ. આમ છતાં નવ જ વર્ષમાં મુદ્રા ભારતની ત્રીજા નંબરની અને સંપૂર્ણપણે ભારતીય એવી સૌથી મોટી એડવર્ટાઇઝિંગ કંપની બની ગઈ. હાલમાં શ્રી એ. જી. કૃષ્ણમૂર્તિ એજીકે બ્રાન્ડ કન્સલ્ટિંગના ચૅરમૅન છે. ત્રણ દીકરીઓ અને એક દીકરો એમ ચાર સંતાનોના પિતા શ્રી કૃષ્ણમૂર્તિ પરિવાર સાથે અમદાવાદ અને હૈદરાબાદમાં રહે છે.