બિસ્વરૂપ રોય ચૌધરી લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં રાષ્ટ્રીય યાદશક્તિ રેકોર્ડ વિજેતા છે તેમજ તેમને ગિનીસ વર્લ્ડ રેકોર્ડથી સન્માનવામાં આવ્યા છે. ‘યાદશક્તિની તીવ્ર તરકીબો’ તેમનું સૌથી જાણીતું પુસ્તક છે. પૂર્વ IPS Officer કિરણ બેદી કહે છે કે બિસ્વરૂપની યાદશક્તિ કેળવવાની પદ્ધતિઓને સ્કૂલના અભ્યાસક્રમમાં દાખલ કરવી જોઈએ. ભારતનું જાણીતું અખબાર Times of India નોંધે છે કે બિસ્વરૂપ પાસે જાદુઈ ચાવી છે જેનાથી તેઓ મગજને કાર્યશીલ કરી શકે છે. તેઓ TOIના મેમરી કન્સલ્ટન્ટ રહી ચૂક્યા છે. વિદ્યાર્થીઓ તેમજ કોર્પોરેટ કંપનીઓના અધિકારીઓ અને Staffને યાદશક્તિ વધારવા માટે પણ તેઓ માર્ગદર્શન પણ આપે છે.