M.C.A.નો અભ્યાસ પૂરો કર્યા બાદ અધ્યાપક તરીકે શ્રી જોયાનંદા કૉલેજ ઑફ ઍજ્યુકેશન, જામનગર ખાતે સેવાઓ આપી રહ્યાં છે. વાંચન અને લેખનનો ઊંડો શોખ ધરાવે છે. તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ `ઓલ ઇઝ વેલ' પ્રકાશિત થયો છે. સુરતથી પ્રકાશિત થતાં ગુજરાત ગાર્ડિયન દૈનિક વર્તમાનપત્રમાં તેમની કોલમ `ડાયરી' સારી લોકપ્રિયતા પામી છે. આ નવલકથા `સાપ સીડી' સાંધ્ય દૈનિક નોબતની સંગત પૂર્તિમાં ધારાવાહી સ્વરૂપે પ્રકાશિત થઈ હતી. અખિલ હિંદ મહિલા પરિષદ સુરત શાખા દ્વારા આયોજિત `નવલકથા લેખન સ્પર્ધા'માં `સાપ સીડી'ને પ્રશંસા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. સાહિત્યિક વેબસાઇટ માતૃભારતી દ્વારા આયોજિત `લૉન્ગ સ્ટોરી કૉમ્પિટીશન'માં તેમની ક્રાઇમ થ્રિલર વાર્તા `મધર ઍક્સપ્રેસ'ને પ્રથમ પુરસ્કાર એનાયત થયો હતો. તેમની વાર્તા `ઓલ ઇઝ વેલ' અને `મા તે મા' સાહિત્યિક ઍપ્લિકેશન જલસો પર વાચિકમ્ સ્વરૂપે પ્રસિદ્ધ થયેલ હતી.