Bhramavakyam - Gujarati eBook: રોજિંદા જીવનમાં પ્રગટતા શાશ્વત સત્યના સંવેદનોની ફૂલછાબ

· R R Sheth & Co Pvt Ltd
Ebook
128
Pages

About this ebook

(૧) કશુંક શાશ્વતથી સુવાસિત બની બહાર આવે ત્યારે એ શબ્દસ્થ સત્ય સર્જકને અનોખી ધન્યતા બક્ષે છે. સર્જકનાં આવાં સ્ફુલ્લિંગસમાં સત્યવચનોનું એક પુસ્તકમાં આવવું તે એક અદ્ભુત સાહિત્યિક ઘટના છે. કેશુભાઈ પોતે જ કેફિયતમાં લખે છે, ‘શબ્દ મારો શ્વાસ છે. હું એની સાથે દુર્વ્યવહાર કરી શકું નહીં…’ આ ફૂલછાબ છે અને એટલે જ એમાં સહજ સુવાસમેળો છે, બગીચાના રંગોની છાંટ છે અને ફૂલની પાંદડીઓની કોમળ લિપિ છે… (૨) કેશુભાઈ આપણને નવનીત પીરસે છે; એમાં ત્રણ તત્ત્વો પામવાનાં છે : શાશ્વતની સુવાસ, પુષ્પની કોમળતા અને અંતસ્તત્વની અનુભૂતિ. એ રીતે આ ‘બ્રહ્મવાક્ય’ બને છે. (૩) …એમની શૈલી રસાળ છે. એ વાચકની સાથે વાત કરતા હોય એ રીતે લખે છે. (૪) Books are not made to be believed, but to be subjected to inquiry. When we consider a book, we mustn’t ask ourselves what it says that what it means… આપણે આ ન્યાયે જ આ પુસ્તકને વાંચીશું અને એના બ્રહ્મવાક્યમાં રહેલા બ્રહ્મ તત્ત્વને પામીશું… ભાગ્યેશ જહા
(૧) કશુંક શાશ્વતથી સુવાસિત બની બહાર આવે ત્યારે એ શબ્દસ્થ સત્ય સર્જકને અનોખી ધન્યતા બક્ષે છે. સર્જકનાં આવાં સ્ફુલ્લિંગસમાં સત્યવચનોનું એક પુસ્તકમાં આવવું તે એક અદ્ભુત સાહિત્યિક ઘટના છે. કેશુભાઈ પોતે જ કેફિયતમાં લખે છે, ‘શબ્દ મારો શ્વાસ છે. હું એની સાથે દુર્વ્યવહાર કરી શકું નહીં…’ આ ફૂલછાબ છે અને એ...

Discover more

About the author

રાષ્ટ્રીય કક્ષાના મૂર્ધન્ય નવલકથાકાર તરીકે સુખ્યાત કેશુભાઈ દેસાઈ મૂળે ધરતીના છોરું છે. 3મે, 1949ના પ્રાતઃકાળે ખેરાલુ(જિ. મહેસાણા)ના દેસાઈ-ચૌધરી પરિવારમાં જન્મેલા આ સર્જકે અત્યંત તેજસ્વી અને બહુમુખી પ્રતિભાના સંકેતો શાળાકાળ દરમિયાન જ આપી દીધા હતા. એસ.એસ.સી.માં ટૉપ રેન્કર કેશુભાઈ વડોદરા મેડિકલ કૉલેજમાંથી એમ.બી.બી.એસ. કર્યા પછી ઉત્તર ગુજરાતના અંતરિયાળ પ્રદેશોમાં અત્યંત સેવાભાવી ડૉક્ટર તરીકે નામના ધરાવતા હતા. શબ્દના આ અઠંગ સાધકે એક તબક્કે બધું છોડી કલમના ખોળે સમર્પિત થઈ न भूतो न भविष्यति જેવું દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. 1981માં એકી સાથે ‘વન વનનાં પારેવાં’, ‘જોબનવન’ જેવી બે નવલકથાઓ અને એમની લોકપ્રિય કટાર ‘ઘમ્મરવલોણું’ના લેખોનો સંગ્રહ ‘એક ઘર જોયાનું યાદ’ પ્રકાશિત કરી એમણે સાહિત્યજગતમાં પદાર્પણ કર્યું એ પછી એમણે આજપર્યંત માતબર કૃતિઓ ગિરાગૂર્જરીના ચરણે ધરી છે. સવિશેષ નવલકથા અને ટૂંકી વાર્તા ક્ષેત્રે એમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. જાનપદી નવલબેલડીથી શરૂ થયેલી એમની નવલયાત્રામાં ‘સૂરજ બુઝાવ્યાનું પાપ’, ‘ઊધઈ’, ‘લેડીઝ હૉસ્ટેલ’, ‘મૅડમ’, ‘લીલો દુકાળ’, ‘વ્હાઇટ હાઉસ’ અને ‘શૂદ્રાવતાર’થી લઈ ‘કૅરટેકર’ જેવી કાલજયી કૃતિઓ સાંપડી છે. જે પૈકી કેટલીક હિંદી સહિત અન્ય ભાષાઓમાં ઊતરી છે. અત્યારે તેઓ ‘કાળ ચોઘડિયું’ શીર્ષકથી ચાર પેઢીઓને આવરી લેતી મહાનવલ પર કલમ અજમાવી રહ્યા છે. લેખકની તીવ્ર સંવેદનશીલતા અને સામાજિક નિસબતની ફલશ્રુતિ સ્વરૂપે આપણને સાંપ્રતથી લઈ પૌરાણિક કાળ સુધીનાં વિશિષ્ટ કથાનકો પ્રાપ્ત થયાં છે. એમની પ્રથમ નવલકથા ‘વન વનનાં પારેવાં’થી લઈને તાજેતરમાં જ પ્રગટ થયેલી ‘કૅરટેકર’, ‘કોરોના-કાણ્ડ’ અને ‘ઇન્દ્રાવતી’ સુધીનો વિશાળ લેખનપટ જોતાં એટલું ચોક્કસ કહી શકાય કે કેશુભાઈ દેસાઈનું અનુભવક્ષેત્ર ગહન અને વિશાળ છે. તેઓ એકસાથે અનેક ભૂમિકાઓ ભજવતા રહેલા વિશિષ્ટ અને પ્રશિષ્ટ સર્જક અને સમાજચિંતક છે. જાહેરજીવનનો વિશાળ અનુભવ અને તબીબી પ્રૅક્ટિસ એમને એકથી એક ચડિયાતા થીમ સંપડાવતાં રહ્યાં છે. જાનપદી નવલબેલડી પછી તરત લેખક ‘સૂરજ બુઝાવ્યાનું પાપ’ અને ‘શક્ય’ જેવા જુદા જ વિષયો પરની નવલકથાઓ આપે છે. ‘સૂરજ બુઝાવ્યાનું પાપ’ના પુરોવચનકાર સાક્ષરવર્ય વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને છેક એમના સર્જનના ઉદયકાળમાં તેઓ ‘એક મોટા ગજાના નવલકથાકાર’ વરતાયા હતા. નવલકથાકાર કેશુભાઈ દેસાઈએ ટૂંકી વાર્તા ક્ષેત્રે એટલું જ માતબર પ્રદાન કરેલ છે. એમણે સાંપ્રદાયિક સમસ્યા ઉપર ‘ઊધઈ’ અને ‘ધર્મયુદ્ધ’ જેવી બે માતબર કૃતિઓ ઉપરાંત નારીહૃદયનો કાર્ડિયોગ્રામ લાગે એવી એકાધિક કથાઓ આપીને ગુજરાતી કથાસાહિત્યને ન્યાલ કર્યું છે. ‘ચાંદની’માં છેક સાઠીનાં વર્ષો દરમિયાન છપાયેલ પહેલી વાર્તા (‘જટાળો ભૂત’) પછી એમની ઉર્વર લેખિની નિરંતર ઉત્તમ વાર્તાઓ આલેખતી રહી છે. એમના અનેક વાર્તાસંગ્રહો પૈકી ‘ઝરમરતા ચહેરા’, ‘ઉંદરઘર’, ‘આગાહી’, ‘ષોડશી’, ‘યત્ર નાર્યસ્તુ’, ‘પૂર્વજ’ અને ‘ગોબરજીવાની સજ્જા’ ખૂબ જાણીતા છે. એમની નવલકથાઓ અને વાર્તાઓ પર વિસ્તૃત સંશોધનકાર્ય અને સંપાદનો પણ થયેલ છે. ગુજરાતી ભાષામાંથી સૌથી વધુ પ્રમાણમાં અન્ય ભાષાઓમાં અનુવાદિત થતા રહેતા સર્જકોમાં કેશુભાઈ દેસાઈનું નામ મોખરે રહેતું આવ્યું છે. ‘ભારતીય જ્ઞાનપીઠ’. ‘હિંદ પૉકેટ બુક્સ’ અને ‘વાણી’ જેવાં પ્રતિષ્ઠિત પ્રકાશનગૃહોએ એમની નવલકથાઓ અને વાર્તાઓના અનુવાદો પ્રકાશિત કર્યા જે પછી હિંદીમાંથી મરાઠી, પંજાબી અને તમિળ સુધી વિસ્તર્યા છે. જોકે હજી સુધી એકપણ કાવ્યસંગ્રહ નહીં આપનાર કેશુભાઈ દેસાઈનો પ્રથમ પ્રેમ કવિતા છે અને તેઓ અત્યાર સુધી સો કરતાં વધુ સૉનેટ તથા એક ખંડકાવ્ય અને એક પ્રબંધકાવ્ય પણ લખી ચૂક્યા છે. કેશુભાઈ દેસાઈએ ઉત્તમ ચરિત્રનિબંધો, રેખાચિત્રો અને ચિંતનાત્મક નિબંધો ઉપરાંત નાટકો અને પ્રવાસવર્ણનનું બેનમૂન પુસ્તક ‘દીકરી સંગે દેશાટન’ જેવી કૃતિઓ પણ આપી છે. એમણે કેટલાક નમૂનેદાર અનુવાદો પણ આપ્યા છે. ‘સેવાસદન’ (પ્રેમચંદ) અને ‘ઈલા’ (પ્રભાકર શ્રોતિય) નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયેલ છે, તો વળી કિરણબેદીની જીવન રેખા ‘પડકાર’, શિરડી સાંઈનું જીવનવૃત્ત ‘ઈશ્વરનાં પગલાં પૃથ્વી પર’ અને ‘હમ હોંગે કામયાબ’ આર. આર. શેઠ પ્રા. લિ. દ્વારા પ્રકાશિત થયેલ છે. પૂર્ણપણે શબ્દને આરાધતા રહેલા સર્જકને ઇનામ-અકરામની ઝાઝી તમા ન હોય. જોકે કેશુભાઈ દેસાઈને ગુજરાતી સાહિત્ય પરિષદ તથા અકાદમીના પારિતોષિકો ઉપરાંત સુરતની નર્મદ સાહિત્ય સભાનો ‘નંદશંકર ચંદ્રક’, કેતન મુનશી પારિતોષિક, શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ માટેનું રાષ્ટ્રીય કલાકેન્દ્રનું સરોજ પાઠક પારિતોષિક, મારવાડી સંમેલન, મુંબઈ દ્વારા અપાતો ઘનશ્યામદાસ સરાફ પુરસ્કાર અને સાહિત્ય સમ્માન તથા મહાત્મા ગાંધી સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત થયેલ છે. તેઓને હિંદી સાહિત્ય સમ્મેલનનું સર્વોચ્ચ સમ્માન અને માનદ ઉપાધિ ‘સાહિત્ય વાચસ્પતિ’ પણ એનાયત થયેલ છે. બિહાર હિંદી સાહિત્ય સંમેલનનું શિરોમણિ સમ્માન પણ ખરું. તદુપરાંત ‘સંસ્કાર ઍવૉર્ડ’, ‘પારિજાત ઍવૉર્ડ’ અને અનેક વાર્તાસ્પર્ધાઓનાં પ્રથમ પારિતોષિક ઉપરાંત બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ‘ગુજરાતી ભાષાનું ભવિષ્ય’ નિબંધ સ્પર્ધાનું પ્રથમ પારિતોષિક પણ મળેલ છે. ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રમાણપત્ર બોર્ડ અને ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતના સભ્ય ઉપરાંત એમણે ગુજરાત રાજ્ય યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના અધ્યક્ષ તરીકે તથા ભારતીય જ્ઞાનપીઠની પ્રવર પરિષદના સદસ્ય તરીકે યાદગાર સેવાઓ આપી છે. ડૉ. કેશુભાઈ દેસાઈને સ્વિટ્ઝર્લેન્ડની સરકારે સ્ટેટ ગેસ્ટ તરીકે નોતરી પૂરાં બે અઠવાડિયાં સુધી એ રમણીય દેશના ખૂણે ખૂણે ફેરવ્યા હતા. એમણે કૈલાસ માનસરોવર યાત્રા ઉપરાંત મોરારિબાપુ સાથે જાપાન, લંડન અને થાઇલૅન્ડનો પ્રવાસ પણ કરેલ છે.
રાષ્ટ્રીય કક્ષાના મૂર્ધન્ય નવલકથાકાર તરીકે સુખ્યાત કેશુભાઈ દેસાઈ મૂળે ધરતીના છોરું છે. 3મે, 1949ના પ્રાતઃકાળે ખેરાલુ(જિ. મહેસાણા)ના દેસાઈ-ચૌધરી પરિવારમાં જન્મેલા આ સર્જકે અત્યંત તેજસ્વી અને બહુમુખી પ્રતિભાના સંકેતો શાળાકાળ દરમિયાન જ આપી દીધા હતા. એસ.એસ.સી.માં ટૉપ રેન્કર કેશુભાઈ વડોદરા મેડિકલ કૉલે...

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.