Jivan Ni Vaat - Gujarati eBook

· R R Sheth & Co Pvt Ltd
2 reviews
Ebook
152
Pages

About this ebook

આ પુસ્તકની દરેક સત્ય ઘટના માનવસ્વભાવની સુંદર અને બિહામણી, બંને તસવીર એકસાથે આપણી સામે મૂકે છે. તેમ છતાં અહીં વાત છે આ બધાંથી પણ પર એવી સન્માનથી જિવાતી જિંદગીઓની... <br>ક્યારેક કોઈનું એક નાનું અમથું સાહસભર્યું પગલું અનેક લોકોને સ્પર્શી જતું હોય છે. સુધા મૂર્તિને પણ એમનાં બાળપણથી લઈને એમનાં કુટુંબ જીવનમાં, મુસાફરીઓ દરમિયાન અને ઇન્ફોસિસ ફાઉન્ડેશનનાં કામને લીધે એવી અસંખ્ય સત્યઘટનાઓનો હિસ્સો બનવાનું આવ્યું છે. એ જ અનુભવો એમણે અહીં વહેંચ્યા છે એમના સ્પષ્ટ છતાં હૂંફાળા અંદાજમાં... આ પુસ્તકમાં એમણે નિખાલસપણે વાત કરી છે દેવદાસીઓ માટેનાં એમનાં અસાધારણ કામની, એન્જિનિયશરગ કૉલેજમાં એકમાત્ર છોકરી તરીકે પોતે મેળવેલ સંઘર્ષપૂર્ણ સફળતાની અને પોતાના પિતાની ભલાઈના અનપેક્ષિત પણ સુખપૂર્ણ પરિણામની... તો સાથે એમણે ભારતીય લાગતાં શાકભાજી વિષે મેળવેલું અનોખું જ્ઞાન અને માત્ર દેખાવને આધારે અન્યોનું મૂલ્યાંકન કરવાનું માણસનું છીછરાપણું પણ જોયું છે.

આ પુસ્તક એક પ્રતિબિંબ છે આપણી આસપાસનાં જીવનમાં જિવાતાં નાનાં-મોટાં યુદ્ધોનું... સામાન્ય માણસોની એવી આ અસામાન્ય વાતો તમને અનેરી પ્રેરણા આપશે. 

આ પુસ્તકની દરેક સત્ય ઘટના માનવસ્વભાવની સુંદર અને બિહામણી, બંને તસવીર એકસાથે આપણી સામે મૂકે છે. તેમ છતાં અહીં વાત છે આ બધાંથી પણ પર એવી સન્માનથી જિવાતી જિંદગીઓની... <br>ક્યારેક કોઈનું એક નાનું અમથું સાહસભર્યું પગલું અનેક લોકોને સ્પર્શી જતું હોય છે. સુધા મૂર્તિને પણ એમનાં બાળપણથી લઈને એમનાં કુટુંબ ...

Discover more

Ratings and reviews

2 reviews

About the author

 સુધા મૂર્તિનો જન્મ ઈ.સ. 1950માં ઉત્તર કર્ણાટકના શીગાંવમાં થયો હતો. તેમણે કૉમ્પ્યુટર સાયન્સમાં M.Tech. કર્યું છે. ઇંગ્લિશ અને કન્નડ ભાષામાં તેમણે સારું એવું સર્જનાત્મક સાહિત્ય સર્જ્યું છે, જેમાં નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, પ્રવાસવર્ણન, સત્ય-ઘટનાત્મક કથાઓ, બાળસાહિત્ય અને ટૅક્નિકલ નૉલેજનાં પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમના પુસ્તકોનો ભારતની બધી મુખ્ય ભાષાઓમાં અનુવાદ થયેલો છે. સાહિત્ય માટેનો આર. કે. નારાયણ ઍવોર્ડ તેઓએ મેળવ્યો છે. 2006માં તેમને પદ્મશ્રી ઍવોર્ડ આપવામાં આવ્યો હતો. 2011માં કર્ણાટક સરકાર તરફથી કન્નડ સાહિત્ય માટેનો અદ્વિમબ્બે ઍવોર્ડ પણ તેમણે મેળવ્યો છે.

ગુજરાતી ભાષામાં તેમનાં બધાં જ પુસ્તકો પ્રકાશિત થયાં છે અને બેસ્ટસેલર બન્યાં છે. તેમનાં પુસ્તકોએ લાખો લોકોને જીવનની નવી દિશા ચીંધવામાં મદદ કરી છે.

સુધા મૂર્તિનો જન્મ ઈ.સ. 1950માં ઉત્તર કર્ણાટકના શીગાંવમાં થયો હતો. તેમણે કૉમ્પ્યુટર સાયન્સમાં M.Tech. કર્યું છે. ઇંગ્લિશ અને કન્નડ ભાષામાં તેમણે સારું એવું સર્જનાત્મક સાહિત્ય સર્જ્યું છે, જેમાં નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, પ્રવાસવર્ણન, સત્ય-ઘટનાત્મક કથાઓ, બાળસાહિત્ય અને ટૅક્નિકલ નૉલેજનાં પુસ્તકોનો સમ...

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.