શાહબુદ્દીન રાઠોડનો જન્મ તા. 9-12-1937ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામમાં સિદ્દિકભાઈ અને હસીનાબહેનને ત્યાં થયો હતો. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ થાનગઢ ખાતે લીધા બાદ સન 1961માં ઇતિહાસ અને રાજનીતિમાં B.A. પુરું કર્યું. ત્યારબાદ વર્ષ 1969માં હિન્દી અને અંગ્રેજીમાં B.Ed. પુરું કર્યું. પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ તેઓ આચાર્ય તરીકે નિવૃત્ત થયા. હાસ્યકલાકાર તરીકેની તેમની સુવર્ણ કારકિર્દી રહી. લોકોને હસાવવાનું તેમનું મિશન 51 ઉપરાંત વર્ષોથી સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. આ વર્ષોમાં અનેક ડાયરા, કાર્યક્રમો તેઓ કરી ચૂક્યાં છે. કાર્યક્રમો માટે ભારતનાં અનેક શહેરો ઉપરાંત વિદેશ જેમ કે, બેલ્જિયમ, ઇંગ્લૅન્ડ, ઓમાન, યુએઈ, સાઉદી અરેબિયા, અમેરિકા, ફ્રાન્સ, કેનેડા, દુબઈ, સિંગાપોર, કેન્યા, યુગાન્ડા વગેરેમાં પ્રવાસ કરીને લાખો લોકોને હસાવી ચૂક્યાં છે. તેમણે 11 ઉપરાંત પુસ્તકો, 5 નાટકો અને 3 એકપાત્રી નાટકોનું સર્જન કર્યું છે. ગુજરાતી ભાષાનાં જાણીતાં અનેક દૈનિકો અને મેગેઝિનોમાં તેમની કટાર પ્રકાશિત થતી રહે છે. `શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય વરઘોડો’ અને `મિશન મમ્મી’ ફિલ્મોનું લેખન તેમના દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર, અનેક સાહિત્યિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા તેમનું વિવિધ હેતુઓ માટે સમ્માન કરવામાં આવ્યું છે. શિક્ષણ, સાહિત્ય અને સામાજિક પ્રદાન માટે તેમને અનેક ઍવૉર્ડ પણ પ્રાપ્ત થયા છે. ગુજરાત રાજ્યના સર્વોચ્ચ એવા `ગૌરવ પુસ્કાર’ થી તેમને સમ્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 2020માં ભારત સરકાર તરફથી તેમને `પદ્મશ્રી’ ઍવૉર્ડ જાહેર કરવામાં આવ્યો છે. પત્ની, બહેન, બે ભાઈઓ, બે પુત્રીઓ, બે પુત્રો, પુત્રવધૂ, પૌત્ર અને પૌત્રીના બહોળા પરિવાર સાથે તેઓ થાનગઢ ખાતે રહે છે.
શાહબુદ્દીન રાઠોડનો જન્મ તા. 9-12-1937ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામમાં સિદ્દિકભાઈ અને હસીનાબહેનને ત્યાં થયો હતો. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ થાનગઢ ખાતે લીધા બાદ સન 1961માં ઇતિહાસ અને રાજનીતિમાં B.A. પુરું કર્યું. ત્યારબાદ વર્ષ 1969માં હિન્દી અને અંગ્રેજીમાં B.Ed. પુરું કર્યું. પ્રાથમિક ...