Money Mind - Gujarati eBook: ધનવાન બનો ચાણક્યની શાશ્વત નીતિઓથી...

· R R Sheth & Co Pvt Ltd
Ebook
120
Pages

About this ebook

આ પુસ્તક ફક્ત તમારા માટે જ લખાયું છે. ચાણક્ય - એક એવા ભારતીય યુગપુરુષ જેમણે ૨૩૦૦ વર્ષ પહેલાં રજૂ કરેલું સમાજ, ધર્મ, રાજનીતિ અને કર્મનું અમૂલ્ય જ્ઞાન આજે પણ એટલું જ વ્યવહારિક, ઉપયોગી અને અકસીર છે. તમે સ્વીકારો કે ન સ્વીકારો, સદીઓથી આપણા સમાજમાં ધનવાન લોકોનું કંઈક અલગ જ મહત્ત્વ રહ્યું છે. પૂરા સમાજમાં ધનિક વર્ગ વધુને વધુ માન, આદર અને સન્માન પામતો રહ્યો છે. દુનિયાનાં મોટાભાગના દેશોએ ધર્મક્ષેત્રે, સમાજક્ષેત્રે, સરકાર ક્ષેત્રે અને અન્ય વ્યવસ્થાઓમાં ધનવાનોના આધિપત્યને સ્વીકાર્યું છે. ધનવાન લોકો જ સંસારના દરેક સુખને પામી શકે છે અને પોતાની ઈચ્છા મુજબ જીવી શકે છે. તો શું ધનવાન બનવું ખરેખર અઘરું છે કે પછી એકદમ અશક્ય છે? ના. સહેજ પણ નહીં! ધનવાન બનવું એકદમ સરળ છે. શક્ય છે! યાદ રાખો….. તમે પણ ધનવાન થઈ શકો છો. માત્ર જરૂર છે સાચી Method અને Midas Touchની જે તમને આ પુસ્તકમાંથી જ મળશે! આચાર્ય ચાણક્યએ કૌટિલ્યના નામે અર્થશાસ્ત્રના સિદ્ધાંતોની રચના કરી હતી. અર્થશાસ્ત્રની એ પાયાની Method સદીઓ બાદ આજે પણ એટલી જ ઉપયોગી છે. તમને ધનવાન બનાવી શકે તેવી ટૅક્નિકને સરળ અને મોર્ડન રીતે અહીં રજૂ કરવામાં આવી છે. આ પુસ્તકના Midas Touchથી તમને ધનવાન બનતાં કોઈ રોકી નહીં શકે. હવે, તમે પણ બનો ધનવાન, ચાણક્યની એ જ શાશ્વત નીતિઓથી….
આ પુસ્તક ફક્ત તમારા માટે જ લખાયું છે. ચાણક્ય - એક એવા ભારતીય યુગપુરુષ જેમણે ૨૩૦૦ વર્ષ પહેલાં રજૂ કરેલું સમાજ, ધર્મ, રાજનીતિ અને કર્મનું અમૂલ્ય જ્ઞાન આજે પણ એટલું જ વ્યવહારિક, ઉપયોગી અને અકસીર છે. તમે સ્વીકારો કે ન સ્વીકારો, સદીઓથી આપણા સમાજમાં ધનવાન લોકોનું કંઈક અલગ જ મહત્ત્વ રહ્યું છે. પૂરા સમાજ...

About the author

રાધાકૃષ્ણન પિલ્લઈએ કૌટિલ્યના પુસ્તક અર્થશાસ્ત્ર પર ઊંડું સંશોધન કર્યું છે. મૅનેજમૅન્ટ વિશેનું આ પુસ્તક ઈ.પૂ. ચોથી સદીમાં લખાયું હતું. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિષય સાથે MA તથા કૌટિલ્યના અર્થશાસ્ત્ર પર PhD કર્યું છે. હાલમાં તે મુંબઈ યુનિવર્સિટીના ચાણક્ય ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ લીડરશીપ સ્ટડીઝ(CIILS)ના ડેપ્યૂટી ડાયરેક્ટર તરીકે સેવા આપે છે.

તેમનું પહેલું પુસ્તક Corporate Chanakya 2010માં પ્રકાશિત થયું ત્યારથી બેસ્ટસેલર લિસ્ટમાં સ્થાન પામતું રહ્યું છે. ભારતની અને વિદેશની બિઝનેસ સ્કૂલોમાં પણ તે પાઠ્યપુસ્તક તરીકે ભણાવાય છે. તેનું ઑડિયો બુકમાં તથા ચાણક્યના શિક્ષણ વિશેની ફિલ્મરૂપે Chanakya Speaks નામથી રૂપાંતર કરવામાં આવ્યું છે. દસ ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે. ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયેલાં તેમનાં પુસ્તક ચાણક્ય Mind અને ચતુર ચાણક્ય Bestseller બન્યાં છે.

મૅનેજમૅન્ટ અને ઔદ્યોગિક વિકાસનાં ક્ષેત્રોમાં તેમણે કરેલાં સંશોધન અને પ્રદાન માટે તેમને અત્યંત પ્રતિષ્ઠિત ‘સરદાર પટેલ ઇન્ટરનેશનલ ઍવૉર્ડ’ (2000) તથા ‘આવિષ્કાર ચાણક્ય ઇનોવેશન રિસર્ચ ઍવૉર્ડ (2013) આપવામાં આવ્યા હતા.


રાધાકૃષ્ણન પિલ્લઈએ કૌટિલ્યના પુસ્તક અર્થશાસ્ત્ર પર ઊંડું સંશોધન કર્યું છે. મૅનેજમૅન્ટ વિશેનું આ પુસ્તક ઈ.પૂ. ચોથી સદીમાં લખાયું હતું. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિષય સાથે MA તથા કૌટિલ્યના અર્થશાસ્ત્ર પર PhD કર્યું છે. હાલમાં તે મુંબઈ યુનિવર્સિટીના ચાણક્ય ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ લીડરશ...

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.