આધુનિક અગ્રગણ્ય નવલકથાકાર તથા નાટ્યકાર શ્રી વિશ્વાસ પાટીલ 28 નવેમ્બર, 1959 સ્થળ : નેલે (જિ. કોલ્હાપુર) ખેડૂત કોમમાં જન્મ. શિક્ષણ: અંગ્રેજી સાહિત્ય સાથે M.A. તથા LL.B. નેતાજી સુભાષચંદ્ર બોઝનાં જીવન અને કાર્ય ઉપર આધારિત અત્યંત લોકપ્રિય નવલકથા `મહાનાયક'ની મરાઠી ભાષામાં માત્ર એક વર્ષમાં ત્રણ આવૃત્તિ વેચાઈ ગઈ. ભારતીય જ્ઞાનપીઠે એને હિંદીમાં પ્રકાશિત કરી. ઉપરાંત મલયાલમ, તામિલ, રાજસ્થાની, અંગ્રેજી અને જાપાની જેવી દેશવિદેશની ભાષાઓમાં પ્રકાશિત થઈ છે. શ્રી પાટીલની `ઝાડાઝડતી' સામાજિક નવલકથાને કેન્દ્રિય સાહિત્ય અકાદમીનો 1992નો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. `પાણીપત' નવલકથાને કલકત્તાની ભારતીય ભાષા પરિષદનો સર્વોત્કૃષ્ઠ સાહિત્યનો પુરસ્કાર મળ્યો છે. આજ સુધીમાં ચાલીસથી વધુ પુરસ્કાર એમની વિવિધ નવલકથાઓને મળી ચૂક્યા છે. `પાણીપત' નવલકથા પર આધારિત એમનું `રણાંગણ' નાટક આજે મરાઠી રંગભૂમિમાં `માઇલસ્ટોન' ગણાય છે. એના પ્રયોગો અમેરિકામાં થઈ ચૂક્યા છે અને ભારતનાં વિવિધ સ્થળોએ ભજવાઈ રહ્યા છે. `મહાનાયક'ના અભ્યાસ માટે એમણે જાપાન, બ્રહ્મદેશ, થાઇલેન્ડ, જર્મની, ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ, ઇટાલી અને સ્વિત્ઝરલૅન્ડ જેવા દેશોનો પ્રવાસ ખેડ્યો હતો.
આધુનિક અગ્રગણ્ય નવલકથાકાર તથા નાટ્યકાર શ્રી વિશ્વાસ પાટીલ 28 નવેમ્બર, 1959 સ્થળ : નેલે (જિ. કોલ્હાપુર) ખેડૂત કોમમાં જન્મ. શિક્ષણ: અંગ્રેજી સાહિત્ય સાથે M.A. તથા LL.B. નેતાજી સુભાષચંદ્ર બોઝનાં જીવન અને કાર્ય ઉપર આધારિત અત્યંત લોકપ્રિય નવલકથા `મહાનાયક'ની મરાઠી ભાષામાં માત્ર એક વર્ષમાં ત્રણ આવૃત્તિ ...