Astitva No Utsav - Gujarati eBook

· R R Sheth & Co Pvt Ltd
3 reviews
Ebook
455
Pages
Tools

About this ebook

અસ્તિત્વનો પણ એક ઉત્સવ હોય એવું બહુ ઓછા માણસો સમજી શક્યા છે. જે સમજી શક્યા છે એમના અસ્તિત્વના ઉત્સવનું નિજ દર્શન અને જે નથી સમજી શક્યા એમના અસ્તિત્વને ઉત્સવમાં ફેરવવા માટેનું માર્ગદર્શન આ પુસ્તકમાં જોવા મળે છે. દરેક માણસે પોતાના અસ્તિત્વનો લય પામવો એ એનો જન્મસિદ્ધ અધિકાર છે. આવા જીવનલયનો પરિચય આપતા ઈશાવાસ્યે જે પ્રાણતત્ત્વ અને પ્રેમતત્ત્વને ગર્ભિત રાખ્યું છે તેનો આ પુસ્તકમાં સુખદ પ્રસવ થયો જણાય છે. અસ્તિત્વના ઉત્સવને અને ઉત્સવના લયને અવરોધતા કે ખંડિત કરતા વિજ્ઞાનીઓ કે રાજસત્તાની કદમબોશી કરતા સાહિત્યકારો, લોકધનના ઢગલા પર અડંગો જમાવી બેઠેલા વેપારીઓ અને માત્ર ખુરશીને જ ભવતારિણી ગણતા રાજકારણીઓ પર લેખકે વિશ્વનિયમના ભંગનું તહોમતનામું ચડાવ્યું છે. ઈશાવાસ્યમ્ પર લખાયેલાં અનેક ભાષ્ય કરતાં આ પુસ્તક જુદું પડે છે એનું એક જ કારણ કે વાચકના હૃદયને આ પુસ્તક સીધું સ્પર્શી જાય તેવી રસાળ અને પ્રવાહી શૈલીમાં લેખકે દર્શન કરાવ્યું છે. વિશ્વના લયને પામવાની અને જાળવી રાખવાની ગમતી મથામણ એટલે જ અસ્તિત્વનો ઉત્સવ!
અસ્તિત્વનો પણ એક ઉત્સવ હોય એવું બહુ ઓછા માણસો સમજી શક્યા છે. જે સમજી શક્યા છે એમના અસ્તિત્વના ઉત્સવનું નિજ દર્શન અને જે નથી સમજી શક્યા એમના અસ્તિત્વને ઉત્સવમાં ફેરવવા માટેનું માર્ગદર્શન આ પુસ્તકમાં જોવા મળે છે. દરેક માણસે પોતાના અસ્તિત્વનો લય પામવો એ એનો જન્મસિદ્ધ અધિકાર છે. આવા જીવનલયનો પરિચય આપ...

Ratings and reviews

3 reviews

About the author

મૂળ રાંદેરના વતની ગુણવંતભાઈ વડોદરા, મદ્રાસ, મુંબઈ અને સુરતમાં પ્રોફેસર તરીકે કામ કર્યા પછી વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને વડોદરામાં સ્થિર થયા છે. પ્રોફેસર તરીકે એમણે અનેક વિશ્વપરિષદોમાં પ્રવચનો કર્યાં. યુનિવર્સિટી ઑફ મિશિગન (USA) અને ઍરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે કામ કરેલું. વર્લ્ડ બૅંક અને યુનેસ્કોની પરિષદોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યા ઉપરાંત પૂર્વ જર્મની તથા રશિયા માટેના ડેલિગેશનના સભ્ય તરીકે તેમની વરણી થયેલી. ઇન્ડિયન ઍસોસિયેશન ફૉર ઍજ્યુકેશનલ ટૅક્નૉલૉજીના પ્રમુખ અને ઇન્ટરનેશનલ ઍસોસિયેશન ઑફ ઍજ્યુકેટર્સ ફૉર વર્લ્ડ પીસના ચાન્સેલર તરીકે પણ એમણે સેવા આપેલી. સ્વૈચ્છિક નિવૃત્તિ પછી તેમણે યુવાનો માટે પંચશીલ આંદોલન શરૂ કર્યું હતું. ગુજરાત એમને લલિત નિબંધોના લેખક ઉપરાંત ભાષ્યકાર અને વિચારક તરીકે ઓળખે છે. એમની આગવી શૈલી અને મૌલિકતાને કારણે ગુજરાતી સાહિત્ય રળિયાત છે. યુવાનોમાં તેઓ લોકપ્રિય છે તેનું કારણ વક્તૃત્વની એમની આગવી છટા છે. સન 1997માં સાહિત્યના ક્ષેત્રમાં કરેલા પ્રદાન બદલ નર્મદ સુવર્ણચંદ્રક તથા રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલા. તેઓનાં પુસ્તકો ખૂબ વંચાય છે અને વેચાય છે. ગુણવંતભાઈ એટલે શિક્ષણ અને સાહિત્યના સંગમ પર ઊગેલું એક વિચારવૃક્ષ.


મૂળ રાંદેરના વતની ગુણવંતભાઈ વડોદરા, મદ્રાસ, મુંબઈ અને સુરતમાં પ્રોફેસર તરીકે કામ કર્યા પછી વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને વડોદરામાં સ્થિર થયા છે. પ્રોફેસર તરીકે એમણે અનેક વિશ્વપરિષદોમાં પ્રવચનો કર્યાં. યુનિવર્સિટી ઑફ મિશિગન (USA) અને ઍરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે કામ કરેલું....

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.